Saturday, Nov 18th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ ઉનાવા પીકઅપ સ્ટેન્ડમાં દારૂ-જુગારની મહેફિલો

ઉનાવા પીકઅપ સ્ટેન્ડમાં દારૂ-જુગારની મહેફિલો

Print PDF
જર્જરિત સ્ટેન્ડની દરકાર લેવાતી નથી અને અસામાજિક તત્વોને મોકળું મેદાન
ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે આવેલ એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાયુ છે. આ પીકઅપ સ્ટેન્ડનું સમારકામ થાય અને તેના પરના દબાણો દુર થાય તો આ પીકઅપ સ્ટેન્ડનો ઉપયોગ યોગ્ય રીતે મુસાફરો કરી શકે એ દિશામાં ગ્રામજનો દ્વારા અનેક વખત રજુઆતો કરવા છતાં તંત્ર દ્વાર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ તમામ કારણોને લીધે સરકારની મિલકત સમા પીકઅપ સ્ટેન્ડ પર રાત્રે અસામાજિક તત્વોનો અડિઁગો જોવા મળે છે.

સમગ્ર દેશભરમાં આસ્થાનું કેન્દ્ર બનેલ મીરા દાતાર દરગાહ આવેલ હોવાથી નાના એવા ઉનાવા ગામમાં દરરોજ મોટી સંખ્યામાં જુદાજુદા વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. આ ઉપરાંત ઉનાવા ગામ હાઇવે પર આવેલ હોવાથી આજુબાજુના બોકરવાળા, નવાપુરા, પળી, કંથરાવી, સુરપુરા સહિતના ગામના મુસાફરો પણ ઉનાવાથી એસ.ટી. બસો પકડે છે. જોકે, ઉનાવાનું પીકઅપ સ્ટેન્ડ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી દરરોજ સેંકડો મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે.

પીકઅપ સ્ટેન્ડ આગળ મોટાપાયે દબાણો થઇ ગયા હોવાથી ઘણાં મુસાફરોને આ સ્ટેન્ડ દેખાય પણ નહિં એવી પરિસ્થિત નિર્માણ પામી છે તેમજ પીકઅપ સ્ટેન્ડને દર્શાવતુ કોઇ જાતનું લખાણ અહીં ન હોવાને લીધે બહારના વિસ્તારોના મુસાફરો અટવાઇ પડે છે. આ તમામ કારણોને લીધે મુસાફરો દ્વારા પીકઅપ સ્ટેન્ડનો ઉપયોગ થતો ન હોવાથી દિવસે અહીં કૂતરા અને રાત્રે દારૂડિયા, જુગારીયાનું સામ્રાજ્ય જોવા મળે છે.

નવા પીકઅપ સ્ટેન્ડનું કામ વર્ષોથી અટવાયું
હાલના જર્જરીત પીકઅપ સ્ટેન્ડથી થોડે દુર નવીન પીકઅપ સ્ટન્ડનુ નિર્માણ થોડા વર્ષ અગાઉ શરૂ થયુ હતુ. જોકે લાંબા સમયથી આ પકિઅપ સ્ટેન્ડનુ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. તંત્રએ માત્ર દિવાલો ઉભી કરીને પોતાની જવાબદારી પુર્ણ થઇ ગઇ હોવાનુ માની લીધુ છે. આ નવિન પીકઅપ સ્ટેન્ડનુ જલદીથી કામ પૂર્ણ થાય એવી લોક માગ ઉઠી છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source: divyabhaskar.co.in

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award