Saturday, Feb 25th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ લાહોર-નવી દિલ્લી બસમાંથી 1 કરોડનું હેરોઈન ઝડપાયું

લાહોર-નવી દિલ્લી બસમાંથી 1 કરોડનું હેરોઈન ઝડપાયું

Print PDF
લાહોર-નવી દિલ્લી બસમાંથી 1 કરોડનું હેરોઈન ઝડપાયું
અટારી (અમૃતસર): ભારત-પાકિસ્તાન વચ્ચે સદભાવનના હેતુથી શરૂ કરવામાં આવેલી લાહોર અને નવી દિલ્લી વચ્ચે ચાલી રહેલી એક બસમાંથી આશરે 1 કરોડ રૂપિયાનું હેરોઈન મળી આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પાકિસ્તાન દ્વારા ઘુષણખોરી કરી હથિયારો તથા માદક પદાર્થોની કરાતી હેરાફેરીનું તાજુ જ ઉદાહરણ આજે નવી દિલ્લી - લાહોર વચ્ચે ચાલતી બસમાંથી તાજેતરમાં જ મળી આવેલ હેરોઈનના જંગી જથ્થો છે. બસમાંથી મળી આવેલા આ હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં 1 કરોડની આંકવામાં આવે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસના નિયમિત ચેકિંગ દરમિયાન 160 ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ કસ્ટમ અધિકારીઓએ પાકિસ્તાનથી આનવાનારી તમામ બસોની સઘન તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ભારતની સરહદેથી ગેરકાયદેસર રીતે આ પ્રકારના માદક પદાર્થોની ઘુષણખોરી ઝડપાઈ છે પરંતુ અતિસુરક્ષિત માનવામાં આવતી નવી દિલ્લી-લાહોર બસ સેવામાં આટલા મોટા પ્રમાણમાં હેરોઈનનો જથ્થો ઝડપાવવાની ઘટના કદાચ પહેલીવાર બનવા પામી હતી.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source: Sandesh

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award