Monday, Jul 16th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ અમે સુધારણાના માર્ગ પર વ્યસન માદક દ્રવ્ય - એક નજીકની આકૃતિ

માદક દ્રવ્ય - એક નજીકની આકૃતિ

Print PDF
માદક દ્રવ્ય શું છે?
જ્યારે એક પદાર્થ રાસાયણિક પ્રક્રિયાથી અથવા પ્રાકૃતિક રીતે ત્યાર કરવામાં આવે અને તેનો ઉપયોગ બદલ (માનસિક, શારિરીક અથવા જીવ રાસાયણિક) કરવા માટે આવે તેને માદક પદાર્થ કહેવામાં આવે છે.

સરળ શબ્દોમાં કોઇપણ રસાયણ એક વ્યક્તિના શરીર પર અથવા માનસિક કાર્ય પદ્ધતી પર બદલ કરે તો તે એક માદક પદાર્થ છે.

દવાઓનું વાપર અને દવાઓની ગૈરવાપર આ બંનેમા શું ફરક છે?
જ્યારે દવાઓનો બિમારીથી બચવા અથવા સ્વાસ્થયની સ્થિતીમાં સુધારો કરવામાં આવે તો તેને દવાનો વાપર કરયો એમ કહેવામાં આવે છે.

જ્યારે દવાનું પ્રમાણ, બળ વારંવાર અથવા તેનાથી વર્તનમાં, શારિરીક અથવા માનસિક કામકાજ્માં વૈદ્યકીય કારણ વિના તેનો ઉપયોગ અલગ કામ માટે કરવામાં આવે તો તેને દવાનો દુરૂપયોગ કહેવામાં આવે છે.

વૈદ્યકીય દવાઓનો દુરૂપયોગ નીચે જણાવેલ મુંજબ :
દવાઓનો વૈદ્યકીય વાપરનો પણ દુરૂપયોગ.
ખુબજ
વૈદ્યકીય સલાહ સિવાય દવાની માત્રા વધારીને લેવી અને
અનેક વાર (વારંવાર)
નાની માત્રામાં વારંવાર લેવું.
ખુબ લાંબા સમય
દવા વિસ્તારીત સમયમાં લેવી- નિર્ધારીત સમય કરતા વધુ

ખોટી રીતે ઉપયોગ
વૈદ્યકીય કારણ સિવાય દવાનો ઉપયોગ કરવો, અથવા વૈદ્યકીય સલાહ સિવાય દવાનો ઉપયોગ કરવો.

ખોટુ મિશ્રણમાં બીજી દવાઓ સાથે દવા લેવી.

ગૈરકાયદેસર દવા જેમકે બ્રાઉન શુગર અને અફીણનો કોઇપણ રીતે વૈદ્યકીય વપરાશ નથી. આ દવાનો ઉપયોગ કરવો એટલેજ દુરૂપયોગ કરયો છે એમ સમજવું.

માદક પદાર્થોનો દુરૂપયોગ અને માદક પદાર્થોનો વ્યસન
 • સહનશક્તિ
 • માનસિક નિર્ભરતા
 • શારિરીક નિર્ભરતા
 • માદક પદાર્થનો વાપર ન કર્યો હોય ત્યારે જણાઈ આવતા લક્ષણો
વ્યસન લગાડનાર દવાઓનું વર્ગીકરણ.
વ્યસન લગાડનાર દવાઓનું વર્ગીકરણ પાંચ મુખ્ય શ્રેણિયોમાં તેમની અસર મુંજબ કરી શકાય છે.
 • દર્દનાશક નશીલી દવાઓ
 • ઉદ્દીપક (તાત્કાલિક સ્ફુર્તી આણે એવો)
 • નિરૂત્સાહ બનાવણાર
 • બ્રમોત્પાદક
 • ગાંજો
 • ગ્રીક પ્રસ્તાવનામાં 'નાર્કો' નો અર્થ ’સંવેદના શુન્ય કરવું’ અથવા જડ, બુઠ્ઠુ બનાવવું.
 • પીડાનાશકનો અર્થ પીડાને મારવું અથવા પીડાને રોકવું.
 • નાર્કોટીક વૈદ્યકીય પરિભાષા અફીણ અને તેને લગતા બીજા કૃત્રિમ દ્રવ્યો જે અફીણ જેવી અસર કરે છે.
માદક પદાર્થના પ્રાકૃતિક મુળ:
 • અફીણ ખસખસના છોડમાંથી નિકળે છે, વન્સ્પતીના પેપાવર સોમની ફેરમ (‘Papaver Somniferum’).
 • અફીણ ખસખસના છોડમાના કાચા ફળમાંથી એકત્રિત કરવામાં આવે છે. અફીણ ઘેરો ગ્રે અથવા બ્રાઉન માદક પદાર્થ જેવું હોઇ છે.
 • અફીળ ફુકાય છે, ચાવીને અને ગળીને મોઢાના મ્યુક્સ અંતર છાલ દ્વારા લેવાય છે. તેને પાણીમાં ઉકાળીને પણ પીયે છે.

અફીણનો સર્ક (Morphine)
મોરફીન એ સંયોજીત પદાર્થ (alkaloid) પ્રમુખ છે તેન અફીણમાંથી ૧૦ થી ૧૫% બેંથી કાઢવામાં આવે છે અને તેને મોરફીન.

વ્યસન કરવાના માર્ગ:
 • ઇન્જેકશન - ચામડીની નીચે, સ્નાયુમાં અને નસો દ્વારા.
 • મોટે ભાગે મોરફીનના વ્યસનીઓ નસો દ્વારા લેવાનો માર્ગ અપનાવે છે.
પીડાનાશક (Codeine)
કોડેન એક અલ્કલાઇન નો બીજો પ્રકાર છે જે અફીણમાં જોવા મળે છે. અને તેની માત્રા ૧ થી ૨% છે. કોડેન, ખાસી, ઉદાસીનતા દુર કરવાની અને જુલાબની દવામાં વપરાય છે.

વ્યસન કરવાના માર્ગો
 • ઇન્જેકશન - ચામડીની નીચે, સ્નાયુમાં અને નસો દ્વારા.
 • મોઢાવતી - કોડીનની વૈદ્યકીય તૈયારી અન્ય રસાયણોની સાથે મેળવીને કરવામાં આવે છે. અને તે ગોળી તેમજ પ્રવાહીના સ્વરૂપે મળે છે.
 • કોડીનમાં દર્દનિવારક ઓછી માત્રામાં હોવાથી તેનો દુરૂપયોગ ઓછો થાય છે. અને ગંભીર આડ અસર (દાખલા તરીકે ફીટ, આકડી આવવી, હાથ પગમાં તાણ આવવી) જોવામાં આવે છે.
અર્ધ કૃત્રિમ માદક પદાર્થ:
 • હેરોઈન / બ્રાઉન શુગર
 • હેરોઇન ( Di – acetyl morphine ) એ મોરફીન દવાનુ અર્ધ કૃત્રિમ છે.
 • બ્રાઉન શુગર એ હેરોઇન નો ભેળસેળ પદાર્થ છે.
 • બ્રાઉન શુગર સુઘાય છે\ ‘Chased’ કરાય છે.
કૃત્રિમ માદક પદાર્થ:
 • કૃત્રિમ માદક પદાર્થ ફક્ત પ્રયોગશાળામાં ઉત્પન્ન કરાય છે.
 • આ પદાર્થ અફીણ જેવી અસર કરે છે પણ અફીણ માંથી બનાવતા નથી.
 • પેથેડીન અને મેથાડૉન કૃત્રિમ છે, વ્યાપક રૂપમા ઉપલબ્ધ છે.
વ્યસન કરવાના માર્ગો:
 • મુળ દ્વારા - મેપરીડાઈન (પેથેડીન) ગોળીના સ્વરૂપે મોડેથી લઈ શકાય.
 • ઇન્જેકશન - ચામડીની નીચે, સ્નાયુમાં અને નસો દ્વારા
 • પેથેડીનના વ્યસની હંમેશા તેનું ઇન્જેક્શન સ્નાયુમાં લે છે.
 • મેથાડૉન ની અસર મુખ દ્વારા લેવાથી જ થાય છે, માટે મેથાડૉન મોઠે ભાગે ગોળીના સ્વરૂપે લેવાય છે.
માદક પદાર્થની ટુંકા સમયની અસરો જ્યારે ઇન્જેક્શન ની તાત્કાલ અસર સ્પષ્ટ પણે દેખાય આવે. મુખ્ય અસરની સાથે
 • લઘુ ઉત્સાહની માનસિકતા દરમ્યાન ભુખ અને દર્દની ભાવના અનુભવતા નથી.
 • માનસિક ગમગેની બૌદ્ધિક પ્રક્રિયાઓને નબળી પાડે છે.
 • નિષ્ક્રિયતા, ઉદાસીનતા, શારિરીક ગતિવિધિયો ઓછી કરવી.
 • હૃદયને ના ધબકારા અને રક્તદાબ ઓછુ કરવૂ.
 • કબજીયાત.
 • આંખની કીકી સંકોચાવી.
 • થોડી પ્રતિકુળ પ્રતિક્રિયા પણ જોવામાં આવે.
 • ઉબકા, ઉલટી થવી.
 • ઉત્સાહ દોષ ( ન ગમે એવી ભાવના)
 • શરૂઆતની અસર પછી દર્દ અને સંવેદનશીલતા જગ્યા લે છે.
 • ત્વચા પર ખજવાળ આવવી.
માદક પદાર્થોની લાંબા સમયની અસરો
 • સખત કબજીયાત
 • આંખોની કીકી સંકોચાવી.
 • મન:સ્થિતી પર અસર.
 • પરૂ થવું.
 • પિત્તાશયને હાનિ.
 • ધનુર
 • મગજને હાનિ
 • જતું સહીત સોય વાપરતા ચેપ લાગી છે.
 • તીવ્ર વપરાશની અસર શ્વાશોશ્વાસની પ્રક્રિયા પર કરે અને તેને કારણે ફેફસામાં સમસ્યા નિર્માણ થાય છે.


મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award