Saturday, Feb 25th

Last update:04:08:51 AM GMT

તમને આધારની જરૂરત હોય તો

Print PDF
તમારો કોઇ નજીકનાને દારૂ/માદક દ્રવ્યની સમસ્યા હોય તો તમારો આધાર તેનામાં ફરક લાવશે.

કોને આધારની જરૂર છે.
કોઇ માણસ જે દારૂ/માદક દ્રવ્ય વાપરે છે તેને તેના દુરૂપયોગ કરવાના જોગ બહુ જ વધારે હોય છે અને તેને તેનુ વ્યસન છુપી રીતે આગળ વધે છે અને કોઇક વાર તેનુ ભાન પણ નથી થતુ કે પોતાને પીવાની/માદક દ્રવ્ય લેવાની એક ગંભીર સમસ્યા છે અને આજુબાજુવાળાને પણ તે અસર કરે છે. એક વ્યસનીને તેના કોઇક/એક મિશ્રણને લીધે થતા લક્ષણો છે જે નીચે જણાવેલ છે જે ગમે તે સમયે જણાય છે.
  • ગમે તે માણસ જે દારૂ/માદક દ્રવ્ય લેતો હોય.
  • જેને દારૂ/માદક દ્રવ્ય લેવાની તીવ્ર ઇચ્છા થાય.
  • તેની શરૂઆત, છોડવા માટે અને તે કેટલા પ્રમાણમાં લેવુ તેનુ નિયત્રણં કરવામાં તકલીફ પડતી હોય.
  • વ્યસનમુક્ત થતી વખતના લક્ષણો એ દારૂ/માદક દ્રવ્ય ન લ્યે ત્યારે.
  • તેના ખરીદવાનુ પરિમાણ વધે ત્યારે.
  • બીજી પ્રવૃત્તીઓની અવગણના કરે ત્યારે.
  • સતત માદક દ્રવ્યનુ વ્યસન કરવુ જેના હાનિકારક પરિણામો આવે છે એ જાણીને પણ.
  • તેને ખબર નથી પડતી કે દારૂ/માદક દ્રવ્ય લેવાથી તેને ચોક્કસ સમસ્યા થાય છે.
કેવી જાતનો આધાર
જુદીજુદી જાતના આધારો દરેક વ્યક્તિમાં બદલાય છે, જે દરેકના વ્યક્તિગત વર્તણુક, લક્ષણો અને દારૂ/માદક દ્રવ્યના દુરૂપયોગ ઉપર આધારીત છે. આધારના પ્રકારો વ્યાપક પણે નીચે બતાવેલ પ્રમાણે સમાવેશ થાય છે.
  • કુંટુંબનો/મિત્રોનો/સાથીદારનો આધાર.
  • ભાવનાત્મક/માનસિક આધાર.
  • ટેકો આપતી સેવાઓને પ્રેરણા.
તમે આધાર કેવી રીતે આપશો.
  • માણસ ઉપર ધ્યાન કેંદ્રીત કરો, લાગણી ઉપર નહી.
  • પરિસ્થિતીને જવાબ આપો જે અત્યારે છે/કદાચ બનશે.
  • શાંત રહો અને દયાળુ બનો.
  • સક્રીય રહો અને ભળી જાવ.
  • શાંત રહો.
  • સાથ આપતા મિત્ર બનો અને ડર નહી બતાવો.
  • સંપર્ક કરો - કદર કરીને, શ્રેય આપીને, ધીરજ આપીને.

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award