Monday, Jul 16th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ જાગરૂકતા જેની સાથે સંબંધ હોય તમારા બાળકો સાથે માદક દ્રવ્ય બાબત વાત કરો

તમારા બાળકો સાથે માદક દ્રવ્ય બાબત વાત કરો

Print PDF
જેવી રીતે લૈંગિક સંબધ બાબત તમે તમારા બાળકો સાથે વાત કરો છો એવી જ રીતે એ વાત બહુ જ મહત્વની છે કે તમે માદક દ્રવ્ય અને દારૂ બાબત વાત કરો.

બાળકો માદક દ્રવ્ય શા માટે લ્યે છે?
  Speak to your Child Speak to your child
 • તાણવાળુ સંચાલન તાણ દુર રાખવા માટે, શાંત રહો, એકલપણાથી દુર રહો.
 • નાણાકીય, લૈંગિક, સામાજીક્ના સમસ્યારૂપ સવાલો ભુલી જાવ અથવા તેનો ખુલાસો કરો.
 • આનંદ, ઉશ્કેરાટ અને મજા, સારૂ લાગવુ, સુખી થવુ અને તમે જ્યારે કંટાળાજનક થાવ ત્યારે ઉત્સાહ મેળવો.
 • સાથીદારો તરફથી દબાણનો સ્વીકાર કરો, લોકપ્રિય થાવ, તેમાં સમાઇ જાવ, અને મિત્રોમાં પ્રભાવિત થાવ.
 • પોતાની પ્રતિમા - માદક દ્રવ્ય લઈને પોતાની પ્રતિમા ઉપર અને બીજા ઉપર પ્રભાવ પાડવો એ એક જ રસ્તો નથી. એ રસ્તો પોતાની પ્રતિમા પોતાને બતાવવાનો છે.
 • જોખમ લેવુ અને બંડખોર થવુ. માદક દ્રવ્ય લેવાના સંભાવિત નકારાત્મક પરિણામો અને એ જાણવા છતા કે તે ગેરકાનુની છે, માદક દ્રવ્ય એક લલચાવતુ (વર્જીત ફળ) બને છે.
 • કુતુહાલથી પ્રયોગ કરવા માટે.
 • શરીરની કલ્પના - પાતળા થવુ, શરીર બનાવવુ.
 • ઉપલબ્ધતા - ભારતની શાળાઓમાં માદક દ્રવ્ય અને સામાન્યપણે સમાજમાં અને તે પણ વિદ્યાર્થીઓને સસ્તુ મળે છે.
 • વ્યસન - વ્યસનમુક્ત થવા પહેલાના લક્ષણો ઉપરથી દુર રહેવુ - એક્વાર આધારિત થયા પછી.
ભારતની શાખાઓમાં માદક દ્રવ્ય છે: એ એક પ્રશ્ન નથી કે તમારૂ બાળક જો માદક દ્રવ્યના સંપર્કમાં છે પણ ક્યારે તે લોકો તૈયાર હશે?
ખોટુ : મારૂ બાળક જો માદક દ્રવ્ય લેતુ હશે તો મને ખબર છે.

સાચી વાત એ છે કે
ઘણા બધા માદક દ્રવ્યો બજારમાં સસ્તા મળે છે. એ ખરીદવા માટે યુવાનોએ ચોરી નથી કરવી પડતી અથવા પોતાના પાલકો પાસેથી ઘણા બધા પૈસા લેવા પડતા નથી. માદક દ્રવ્યની ખરાબ અસરની જાણ તેના લાંબા સમય સુધી વાપર્યા પછી થાય છે. માદક દ્રવ્ય થોડા સમય સુધી વાપરયા પછી ઘણી બધી વાર તે છુપાવે છે અને ગભરાઇ જાય છે અને તેમને ઉંઘ નથી આવતી અથવા તેઓ જલ્દી ગુસ્સે થઈ જાય છે. ઘણી બધી વાર પાલકોને સૌથી છેલ્લા ખબર પડે છે કે તેમના બાળક્ને માદક દ્રવ્યની સમસ્યા છે.

તમને જ્યારે લાગે કે તમારૂ બાળક માદક દ્રવ્ય લ્યે છે, તો તમારે શું કરવુ?
પહેલા તો ભયભીત ન થાવ.

બીજુ
તમે તમારે બાળક્ની સામે ન જાવ જ્યારે તે/તેણી માદક દ્રવ્યની અસર નીચે હોય. રાહ જુવો જ્યા સુધી તેની અસર ઉતરી ન જાય.

શાંત રહો અને તેની સાથે ઝગડ્યા વીના વાત કરો. નિર્ણય લેતા પહેલા બાળક્ને જે કહેવુ હોય તે સાંભળો. જે તે કહે છે તેની તમને કાળજી હોય તો પ્રામાણિક રીતે તેને સમજાવો - ગુસ્સે થયા વીના અથવા આસું ન કાઢતા.

બાળકને સમજાવો કે તમને શેની બીક છે અને તમને શું જોઇએ છે અને તમને કેવુ લાગે છે. માર્ગદર્શન બતાવવા માટે વાટાઘાટ કરો અને તમારા બાળકને તેમાં ભાગ લેવાનુ કહો. પોતે આમાં ભાગ લેશે તો તેને આમાં રહેવાની ઈચ્છા થશે.

મજબુત રહો. સુસંગત રહો અને ફિકર રાખો, પણ તેને બતાવો કે માદક દ્રવ્યનો વપરાશ તેમને સ્વીકારીત નથી અને તે પસંદ નથી.

શું કરવુ અને નહી કરવુ
 • તમારા બાળકને સાથ આપો, પણ તમને ન પસંદ હોય તેવુ આચરણ કરવા નહી દયો. આ બહુ મહત્વનુ છે, ભલે તે ગમે તે પરિસ્થિતિમાં હોય.
 • તમે એકલા આ કામ નહી કરો. એક વસ્તુ સમજો કે તમારૂ બાળક જો વ્યસની હોય તો તેને/તેણીને વધારે મદદની જરૂર છે, તમે આપી શકો તે કરતા વધારે. પાલકો આ ભુલ ઘણી બધી વાર કરે છે. વ્યસન એક બીમારી છે. તમે વૈધકીય સારવાર આ બીમારીની એકલા નહી કરો.
 • તમે તમારૂ અને કુંટુંબના સભ્યોનુ ધ્યાન રાખો, તે લોકોને પણ તમારા આધારની જરૂર છે.
 • બાળક અને માદક દ્રવ્ય વચ્ચે ભેદ રાખો. તમે તેમને ચાહો છો, માદક દ્રવ્યને નહી અથવા તેને લીધે થતા આચરણને નહી.
 • બાળક્ને પોતે લીધેલા નિર્ણય ઉપર જવાબદારી લેવા દયો.
 • તમે પોતાને દોષી નહી માનો અને શાળાને, કુંટુંબને અને તેના મિત્રોને તમારા બાળક બાબત ખોટુ નહી બોલો.
 • સીધા અથવા આડકતરી રીતે તેની માદક દ્રવ્ય લેવાની ટેવ માટે પૈસા નહી આપો, તેના ભિલ નહી ભરો વગેરે.
 • દુર્લક્ષ કરવાથી આ પરિસ્થિતી સુધારી ગઈ છે એવુ નહી માનો.
 • તમને જે જણાવવામાં આવ્યુ છે તેનો વિશ્વાસ નહી કરો.
 • અને જે તમને મદદ કરી શકે તેવા વ્યવસાયિક તજ્ઞને મળો.


મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award