Monday, Jul 16th

Last update:04:08:51 AM GMT

શું કરવુ

Print PDF
દરેક માતાપિતા માટે સૌથી વધારે મહત્વની વાત - તેમના બાળકો અને તેમની તંદુરસ્તી. આ કાળજી અને જવાબદારી પ્રક્રીયામાં બદલાવવી જોઇએ જે આપણા બાળકોની જીંદગી સુંદર અને તંદુરસ્ત બનાવે.

માતાપિતાને ઘણી બધી તકો મળે છે જેનાથી તેમના બાળકો તંદુરસ્ત અને માદક દ્રવ્ય રહિત જીંદગી જીવી શકે, જે નાનપણથી બાળકોની માનસિક અને વ્યક્તિગત વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. બાળકોની નૈતિક યોગ્યતા અને જવાબદારી જે સામાજીક વૈજ્ઞાની લોકો બાળકોને શિષ્ટાચાર શીખવે છે.

માતાપિતા ટેવો અને માદક દ્રવ્ય બાબતના દૃષ્ટિકોણ અને તેના વપરાશની જવાબદારી રાખે છે અને સકારાત્મક સંદેશો આપે છે અને દારૂ, તંબાકુ અને માદક દ્રવ્યો બાબત બાળકોને ઊદેશ આપે છે. માતાપિતા બાળકોના આદર્શ છે અને કાયદેસર રીતે મળતા માદક દ્રવ્યોનો વપરાશ પણ બાળકોને ખોટા સંદેશા મોકલે છે.

મુળ સચ્ચાઇ એ છે કે બાળકોએ દુનીયામાં પોતાનો રસ્તો શોધવો પડશે જેમાં માદક દ્રવ્યના વાપરવા માટે ઘણી તકો મળે છે, પણ માતાપિતા તેમને વાસ્તવીક રીતે શ્રેઠ થવા માટે તૈયાર કરે છે. પોતાની જાતને બહુ જ મોટી માનવી એ વાત પણ કોઇક વાર બાળકને તેના સાથીદાર તરફથી માદક દ્રવ્ય લેવાના દબાણથી દુર રાખે છે, પણ તે હંમેશા માટે નહી. માદક દ્રવ્યનો વપરાશ અને પોતાને મોટો માનવો આ બંનેનો સંબંધ કેટલો છે એ વાત હજી સુધી સાફ નથી. બધા બાળકોને જરૂરી નિર્ણય લેવાની તક મળવી જોઇએ જેને લીધે તેમને તેમના ખોટા નિર્ણય લેવાથી થતા પરિણામની ખબર પડે. માતાપિતાએ માદક દ્રવ્યની સાચી અને વાસ્તવિક માહિતિ અને તેને લીધે થતા ખરાબ પરિણામ બાબત આપવી જોઇએ.

તેમણે પોતાના બાળકોની યોગ્ય રીતે દેખરેખ રાખવી જરૂરી છે. દા.ત. માતાપિતાએ પોતાના બાળકોના મિત્રો કોણ છે અને બાળકો શું કરે છે એની જાણ હોવી જોઇએ. તેમણે એ પણ ખાત્રી કરવી જોઇએ કે તેમના બાળકોની દેખરેખ શાળા છુટ્યા પછી અને રજાના દિવસોમાં શું પ્રવ્રુતી કરે છે તે રાખવી જોઇએ અને તેમની મેજબાનીમાં કોઇ જવાબદારી વ્યક્તી સાથે જવી જોઇએ.

તમે એક આદર્શરૂપ સકારાત્મક થવા કોશીશ કરો
કોઇ પણ માતાપિતા સંપુર્ણ નથી અને દરેક જણ ભુલ કરે છે, તેમને યોગ્ય વર્તન કરવાનો સાચો રસ્તો બતાવો. બાળકો સાથે રહેવાની બધી તકોનો ફાયદો લ્યો. કુશળતાથી માતાપિતા થવુ એ તમને લાંબા સમયે ફાયદો કરશે.

કુંટુંબીજનો સાથે સારો એવો સમય વીતાવો
માતાપિતાએ હંમેશા પોતાના બાળકો સાથે સારો સમય વીતાવવાની કોશિશ કરવી જોઇએ. માતાપિતાએ બાળકોને જેમાં તેમને મજા આવે તેવી પ્રર્વુતિઓમાં લગાડવા જોઇએ, જેવી કે રમતગમત, મેદાની રમતો વગેરે. આ કરવાથી માતાપિતાને તેમના બાળકો સાથે અરસપરસ રહીને તેમના ઉપર ધ્યાન રાખવાની મદદ મળશે. આ વાતથી બાળકને સુરક્ષિતપણુ જણાય છે અને તેને જાણ થાય છે કે તમે તેની કેટલી સંભાળ રાખો છો.


કાળજી બતાવો
બાળક શું કરે છે, શું કહે છે, શું વીચારે છે અને કેવી સહાનભુતી રાખે એ વાતોમાં સાચી કાળજી રાખવી બહુ મહત્વની છે. એ વાત બતાવે છે કે તમે કેટલુ ધ્યાન રાખો છો, અને આ વાત પોતે કેટલો મહત્વનો છે એની જાણ કરે છે. આ સહાનુભુતી રાખતી દેખરેખ એ બહુ જ મહત્વની છે જે પોતાના માતાપિતાને સારી રીતે સમજે છે અને તેને ખબર છે કે પોતે જો કોઇ ખોટુ કામ કરશે તો પણ તેના માતાપિતા તેને હંમેશા મદદ કરશે.

તમારી ભાવનાઓને વ્યક્ત કરો
પ્રેમ ઘણી બધી રીતે વ્યક્ત કરી શકાય છે અને તેનો સંપર્ક કરી શકાય છે. સહેલાઈથી કહી શકાય છે " હું તમને પ્રેમ કરૂ છુ", જે અદભુત કામ કરે છે. સંપર્ક બીજી રીતે પણ થાય છે, વધારે નાજુકપણે, બોલ્યાવીના ઇશારાથી જેવા કે ચહેરાના હાવભાવ, અવાજની માત્રા વગેરે. ખાસ કરીને બાળકો બોલ્યા વીના સારી રીતે જાણી શકે છે.

શારિરીક અને ભાવાત્મક રીતે સહારો આપો
બાળકો હંમેશા પોતાના માતાપિતા તરફથી આધારની અપેક્ષા રાખે છે. તમે જો તે જ્યારે તેની જરૂર હોય ત્યારે ન બતાવો તો તમારા બાળકોને તેની ખરાબ સુચના મળશે. કુંટુંબના સભ્યો એક બીજાની સંભાળ રાખે છે, ખાસ દેખરેખ અને પ્રેમથી કાળજી બતાવે છે જેને લીધે બાળકોને જીંદગીના પડકારોનો સામનો કરવાની શક્તી મળે છે.મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award