Monday, Jul 16th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ સંસ્થાઓની પહેલવૃત્તી જગતનો તંબાકુ વિરોધી દિવસ ધુમ્રપાન રહિત થવા માટે ટપ્પેવાર દિશાસુચાન

ધુમ્રપાન રહિત થવા માટે ટપ્પેવાર દિશાસુચાન

Print PDF
૧) પેટાવિભાગ (૪) of the ‘Cigarettes and Other Tobacco Products (Prohibition of Advertisement and Regulation of Trade and Commerce, Production, Supply and Distribution) Act, 2003’ જાહેર જગ્યાએ ધુમ્રપાન કરવા માટે રોકે છે. આનુ ઉંલઘન કરવાથી ૨૦૦/-રૂપિયાનો દંડ છે. તેમ છતા જે હૉટેલમાં ૩૦ કરતા વધારે ઓરડા હોય, જ્યાં ૩૦થી વધારે બેસવાની વ્યવસ્થા હોય તેવા ભોજનાલયમાં અથવા વિમાનમથક, જુદી જગ્યા અથવા જુદો વિસ્તાર ધુમ્રપાન કરવા માટે બનાવી શકે છે.

૨) સાર્વજનિક સ્થળો જે આ કામ કરવા માટે મર્યાદીત કરવામાં આવ્યા છે અને તેના નિયમોનો અર્થ એ કે ગમે તે જગ્યા જ્યાં લોકોને પ્રવેશ કરવાનો હક્ક છે કે નહી એવી જગ્યાઓનો સમાવેશ છે. જે જાહેર સાર્વજનિક જગ્યાઓએ કોઇ પણ જઈ શકે છે તેનો સમાવેશ:

 • નાટ્યસભાગ્રહો
 • રૂગ્ણાલયના મકાનો
 • સ્વાસ્થયની સંસ્થાઓ
 • મનોરંજનના કેંદ્રો
 • ભોજનાલયો
 • વીશીઓ
 • સાર્વજનિક કચેરીઓ
 • અદાલતના મકાનો
 • શૈક્ષણિક સંસ્થાઓ
 • વાચનાલયો
 • સાર્વજનિક વાહનો
 • ખુલ્લા નાટ્યસભાગ્રહો
 • ક્રિડાંગણો
 • રેલ્વેના સ્થાનકો
 • મોટર વાહનોની ઉભા રહેવાની જગ્યા
 • કામ કરવાની જગ્યાઓ
 • ખરીદી કરવાના મોલ
 • ચિત્રપટ જોવા માટે મકાનો
 • તાજા થવા માટેના ઓરડાઓ
 • પાશ્ચાત સંગીત ઉપર નાચવાની ક્લબો
 • કૉફી પીવાના સ્થળો
 • દારૂના પીઠાઓ
 • માદક પીણા આપવાના સ્થળો
 • વિમાન માટેનુ પ્રતિક્ષાલય

૩) સાર્વજનિક જગ્યાએ ધુમ્રપાન કરવા માટે મનાઇ હુકમને લગતી તજવીજનો નિયમ ૧લી મે, ૨૦૦૮થી લાગુ કરવામાં આવ્યો. આ તજવીજનુ હાલમાં જ નિરીક્ષણ કરવામાં આવ્યુ અને એક વ્યાપક નિયમ "સાર્વજનિક જગ્યાએ ધુર્મપાન કરવાનો મનાઇ હુકમ, ૨૦૦૮" ૩૦મી મે, ૨૦૦૮એ નિર્દેશિત કરવામાં આવ્યો.આ નિયમ ૨ બીજી ઑક્ટોબર ૨૦૦૮એ લાગુ કરવામાં આવ્યો છે. તેના નિયમોના સ્પષ્ટ દેખાતા લાક્ષણિક આકર્ષક ભાગો છે:
 • માલિક, સંચાલક અથવા કામ ઉપર નજર રાખનાર અથવા સાર્વજનિક જગ્યાના વ્યવસાયનુ ધ્યાન રાખતા અધિકારીની ફરજ છે:
  • જે ક્ષેત્રમાં તેનો અધિકાર છે તે ક્ષેત્રને ધુમ્રપાનરહિત રાખવો.
  • વિગતવાર આંકડામાં NO SMOKING નુ પાટીયુ પ્રદર્શિત કરવુ. આ પાટીયાઓ નીચે બતાવેલ જગ્યાએ પ્રદર્શિત કરવા.
   • બધા પ્રવેશદ્વાર ઉપર અને બીજા મકાનની ઉત્તમ જગ્યા ઉપર.
   • જો પ્રવેશદ્વાર એક કરતા વધારે હોય તો દરેક પ્રવેશદ્વાર ઉપર.
   • જો એક કરતા વધારે માળ હોય તો, દરેક માળા ઉપર દરેક દાદરા ઉપર અને દરેક માળના લિફ્ટના પ્રવેશદ્વાર ઉપર.
સુચનાદર્શકની રચના પાટીયાની વિગતવાર જાણ
 • પાટીયુ ઓછામાં ઓછી ૬૦ સે.મી x ૩૦ સે.મી કદનુ હોવુ જોઇએ અને તેની પુર્વભુમિકા સફેદ હોવી જોઇએ.
 • તેનો ગોળાકાર ૧૫ સે.મી કરતા ઓછો ન હોવો જોઇએ અને બહારનો ગોળાકારની લાલ સીમા ૩ સે.મી પહોળી ન હોવી જોઇએ. એક ચિત્ર સાથે સિગરેટ અથવા બીડી કાળા ધુમાડા સાથે અને તેના ઉપર લાલ ચોક્ડીના પટ્ટા સાથે હોવી જોઇએ.
 • લાલ પટ્ટીની પહોળાઇ તેટલી જ હોવી જોઇએ જેટલી લાલ બહારની કોરની છે.
 • પાટીયા ઉપર ચેતાવણી NO SMOKING AREA - SMOKING HERE IS AN OFFENCE (આ ધુમ્રપાનમુક્ત વિસ્તાર છે, અહીયા ધુમ્રપાન કરવુ એક ગુન્હો છે.), તે ઇંગ્લિશ ભાષામાં હોવુ જોઇએ અથવા ભારતની કોઇ પણ ભાષામાં - જે લાગુ હોય.
  • જે માણસના નામ ઉપર ફરિયાદ કરવાની છે તેને ખબર આપવી અથવા પ્રદર્શિત કરવી, જે કદાચ આ કાયદાનો ભંગ કરતો હોય (નમુનાની આકૃતી).
જો તમે કોઇને ધુમ્રપાન કરતા જુઓ તો તેનો હેવાલ આપો
નામ:................................................................
હોદ્દો: .....................................................
ફોન.નં:....................................................
  • એશ્ટ્રે (ધુમ્રપાનનો કચરો નાખવાનુ વાસણ), દીવાસળી, લાઇટર (સિગરેટ સળગાવવાનુ સાધન), બીજી કોઇ પણ વસ્તુઓ ન રાખવી જે ધુમ્રપાન કરવાવાળાને સહેલાઈથી મળે.
 • જો માલિક, સંચાલક અથવા કામ ઉપર નજર રાખનાર આવી સાર્વજનિક જગ્યા ઉપર આવુ ઉલ્લંઘન થતુ ન જણાવે તો તેને સરખો દંડ ભરવો પડશે જે બીજાઓને ઉલ્લંઘન કરવા ઉપર દંડ મળે છે.
 • બધી વીશીઓ, ભોજનાલયો અને હવાઇઅડ્ડાઓ જે સાર્વજનિક છે તે જગ્યાઓ ધુમ્રપાનરહિત હોવી જોઇએ. તેમ છતા માલિક, સંચાલક અથવા કામ ઉપર નજર રાખનાર તે હૉટેલમાં જ્યાં ૩૦ કરતા વધારે બેસવાની જગ્યા છે અને હવાઇઅડ્ડાનો સંચાલક ધુમ્રપાન કરવા માટે એક જુદી ધુમ્રપાન કરવાની જગ્યા રાખે જેનુ માપ નીચે બતાવેલ પ્રમાણે હોવુ જોઇએ.
  • ચારેય બાજુ ઉંચી દીવાલથી ચણેલુ જુદી જગ્યાએ એક સ્વંચાલિત પ્રવેશદ્વાર જેના દરવાજા હંમેશા બંધ હોય.
  • સાધારણ રીતે સ્વંયચલિત પ્રવેશદ્વારના બંદ થતા દરવાજાઓને નજીકની જગ્યાઓમાં રાખવામાં આવે છે.
  • જ્યાં હવા ઉજાસ હોય
   • જે સીધુ બહાર પડે છે અને બીજી કોઇ ઇમારતના ભાગના પુરવઠામાં ભળેલ નથી.
   • એ જગ્યાએ જ્યાં હવા છુટથી ફરે અને બહાર નીકળી જાય એવી રચના ગોઠવી હોય, જેમાં હવા ફરીથી ન આવી શકે અથવા હવાને સાફ કરવાની રચના હોય અથવા બંને મળીને બનાવેલ હોય જેમાં હવા છીદ્રોમાંથી સોસરે ન નીકળી જાય અને એ જગ્યાએ જે ધુમ્રપાનરહિત હોય.
  • ઇમારતની બાકીની જગ્યા કરતા,જ્યાં હવાનુ દબાણ શુન્યથી ઓછુ હોય.
 • ધુમ્રપાન કરવાની જગ્યા હૉટેલના, ભોજનાલયના અથવા હવાઇમથકના પ્રવેશદ્વાર અથવા બહાર જવાની જગ્યા ઉપર ન હોવી જોઇએ અને તે સ્પષ્ટ રીતે નિશાન SMOKING AREA (ધુમ્રપાન કરવાની જગ્યા) કરેલ હોવી જોઇએ, ઈંગ્લિશ ભાષામાં અથવા કોઇ પણ એક ભારતીય ભાષામાં, જે લાગુ હોય.
 • ધુમ્રપાન કરવાની જગ્યા ફક્ત ધુમ્રપાન માટે જ હોવી જોઇએ, બીજા કોઇ કામ માટે નહી.
 • માલિક, સંચાલક અથવા કામ ઉપર નજર રાખનાર જ્યાં ૩૦ કરતા વધારે ઓરડાઓ હોય ત્યાં ધુમ્રપાન કરવા જુદો ઓરડો જેવા પ્રકારનો તેને રાખવો હોય તેવો નિયુક્ત કરે:
  • જે ઓરડામાં ધુમ્રપાન કરવાનુ હોય તે એક જુદી જગ્યાએ તે જ વિભાગમાં અથવા ઇમારતના એક ભાગમાં આકાર આપવો જોઇએ. જો ત્યાં એક માળ કરતા વધારે હોય તો આવા ઓરડાઓ એક જ માળ ઉપર હોવા જોઇએ.
  • દરેક ઓરડામાં જ્યાં ધુમ્રપાન કરવાનુ હોય તેવા ઉપર સ્પષ્ટ ઇંગ્લિશ અક્ષરોમાં જણાવવુ જોઇએ અથવા કોઇ પણ એક ભારતીય ભાષામાં.
  • આવા ઓરડાનો ધુમાડો બહારની છુટી હવા સાથે ન ભેળવવો જોઇએ અને તે ધુમ્રપાન રહિત હૉટેલની જગ્યામાં ન મળવો જોઇએ, બહારની ઓસરી અને પરસાળમાં ન જવો જોઇએ.


મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award