Saturday, May 27th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર

અધ્યતન સમાચાર

એઈડ્ઝની ભયાનકતા અટકાવવા દેશ-વિદેશોમાં સર્વે-સંશોધનો

Print PDF
ધનિક રાષ્ટ્રો એઈડ્ઝના રાક્ષસને રોકવા માટે સક્રિય પગલા નહિ ભરે તો આગામી ૨૦ વર્ષમાં ૭ કરોડ લોકો મોતને ભેટશે
એઈડ્ઝની ભયાનકતા અટકાવવા દેશ-વિદેશોમાં સર્વે-સંશોધનો
ધનિક રાષ્ટ્રો એઈડ્સના રાક્ષસને રોકવા માટે સક્રિય પગલા નહીં ભરે તો આવતા ૨૦ વર્ષમાં ૭ કરોડ લોકોના મોત નિપજશે. યુનોએ પોતાના એક અહેવાલમાં આવી ચેતવણી આપતા કહ્યું છે કે એઈડ્સની બિમારી વિશ્વમાં હજુ શરૃઆતના તબક્કામાં છે. અત્યારે વિશ્વભરમાં લગભગ ૪ કરોડથી વધુ લોકોને એઈડ્સની બિમારી છે. બે વર્ષ અગાઉ એઈડ્સના દર્દીઓની સંખ્યા ૩ કરોડ ૪૦ લાખની હતી. એઈડ્સનો ચેપ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમ યુએન એઈડ્સના રિપોર્ટમાં જણાવાયું છે.

રિપોર્ટ તૈયાર કરનાર ડૉ. પીટર પીઓટના જણાવ્યા પ્રમાણે એઈડ્સ હજુ તેની ચરમસીમાએ પહોંચ્યો નથી. ટોચના નિષ્ણાંતોને આ આશા છે કે આગામી વર્ષોમાં એઈડ્સનો ઈલાજ કરવા માટેની ટેકનિક શોધાશે. અને આ ખતરનાક બિમારીને અંકુશમાં લઈ શકાશે. આફ્રિકામાં એઈડ્સે એટલું ખતરનાક રૃપ ધારણ કર્યું છે કે એક આખી પેઢીનો નાશ થઈ ગયો છે. સમગ્ર આફ્રિકા આ બિમારીની ઝપેટમાં આવીને અસ્થિર બની ચૂક્યું છે. એઈડ્સ આજે એક સંપૂર્ણ મેડિકલ પ્રોબ્લેમ છે. સમાજની સુરક્ષા તેમજ આર્થિક અને સામાજિક વિકાસ માટે એઈડ્સ આજે એક સૌથી વધુ જટિલ પ્રશ્ન બની ચુક્યો છે.

પીઓટના જણાવ્યા પ્રમાણે એઈડ્સના કારણે એક આખો ખંડ અસ્થિર બની જાય તે વિશ્વને પોષાય તેમ નથી. એઈડ્સ જો આફ્રિકાને પોતાનો ભોગ બનાવશે તો તેની અસર અન્ય ખંડો પર પણ પડશે. યુનોના એઈડ્સ રિપોર્ટને બે વર્ષ અગાઉના રિપોર્ટ બાદ અપડેટ કરાયો છે. તેમાં રજુ કરાયેલ વિગતો ચિંતાજનક છે. ગયા વર્ષે એઈડ્સની બિમારીથી ૩૦ લાખ લોકોના મોત નિપજ્યા હતા. તેમાંથી ૨૨ લાખ એકલા આફ્રિકામાં માર્યા ગયા હતા. ગયા વર્ષે ૫૦ લાખ લોકોને એચઆઈવીનો ચેપ લાગ્યો હતો. ૧૯૮૧માં એઈડ્સથી મોતનો પ્રથમ કિસ્સો નોંધાયા બાદ અત્યાર સુધીમાં બે કરોડ લોકો એઈડ્સથી માર્યા ગયા છે. એઈડ્સે કુલ ૧.૪ કરોડ બાળકોને અનાથ બનાવ્યા છે. અત્યારે ૪ કરોડ લોકો એઈડ્સનો ભોગ બન્યા છે. તેમાંથી ૩૦ લાખ જેટલા બાળકો છે. ૧૯૮૦ના દાયકામાં એઈડ્સ અંગે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ શરૃ થયા બાદ વિકસીત દેશોમાં એઈડ્સ લોકોની નજરે ચડી ગયો છે. તેના કારણે વિકસીત દેશોમાં એઈડ્સ બહુ ઝડપથી ફેલાતો નથી. પરંતુ સબ-સહારા આફ્રિકાના વિસ્તારમાં ૨.૮૫ કરોડ લોકોને એઈડ્સની બિમારી છે. જે વિશ્વમાં એઈડ્સના કુલ દર્દીઓના ૭૦ ટકા જેટલા છે.

આફ્રિકામાં ૧૫ થી ૪૯ વર્ષની વયમાં નવ ટકા લોકોને એઈડ્સ થયો છે. ૧૯૯૯માં આ ટકાવારી ૮.૯ ટકા હતી. ઝિમ્બાબ્વેમાં ૩૩ ટકા જેટલા પુખ્તવયના લોકો એઈડ્સથી પીડાય છે. બે વર્ષ અગાઉ આ પ્રમાણ ૨૫ ટકાનું હતું. એચઆઈવીનો ચેપ લાગ્યો હોય તેવા લોકોનું પ્રમાણ ઝિમ્બાબ્વેમાં ૩૯ ટકા જેટલું છે. બે વર્ષ અગાઉ આ ટકાવારી ૩૬ ટકાની હતી. એઈડ્સના કારણે આફ્રિકાના બોત્સવાના દેશમાં સરેરાશ આયુષ્ય ઘટીને ૪૦.૯ વર્ષનું થઈ ગયું છે. પૂર્વ એશિયા અને પશ્ચિમ યુરોપમાં એઈડ્સની બિમારી ઝડપથી ફેલાઈ રહી છે.

Read more...

Page 1 of 2

  • «
  •  Start 
  •  Prev 
  •  1 
  •  2 
  •  Next 
  •  End 
  • »

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award